How appropriate is it to invite Politicians for Inauguration?"
(Translation of an article ("CharchaPatra") published on 11th Aug, 2019 in "Gujarat Mitra")
Over the years, we are calling political figures to inaugurate an occasion, building, office, hospital etc. If you get a high level of education and start something new or if you honestly invest money and start something new, why to inaugurate by an illiterate, an uneducated or a person accused of multiple crimes? Such fanatics are useless, ordinary people get impressed with these political figures and thus such political persons are invited with the intention of getting some publicity. On the contrary, yes, some even invite them with an intention of getting their things done in the future in case of any corrupt activity or such problems.
Inaugurate this by the hands of an educated person, a successful businessman, an IAS / IPS officer, a teacher or even your own parents who did everything for you or invested in you. It's not a good move to waste your energy in pick up / drop-off of such politicians, how appropriate is it to ignore your friends and relatives' affection in welcoming these politicians?
Nowadays a change in mindset is mandatory. We ourselves provide the strength to such activities. It is also important to note that not all politicians are illiterate, some are very educated and talented, but people do not invite them (who isn't in news, then where publicity comes from, boss!) and even if they do invite them, half choose to abstain from such limelight.
- Dr. Manthan R. Sheth, Surat.
રાજનેતાઓ પાસે ઉદઘાટન કરાવવું કેટલું યોગ્ય?
ગુજરાત મિત્ર, ૨૮ ઑગસ્ટ, ૨૦૧૯. પાના નં. ૬.
ચર્ચા પત્ર.
આપણે ત્યાં વર્ષોથી કોઈ ખાસ પ્રસંગ, ઇમારત, ઓફિસ, હોસ્પિટલ વગેરેનું ઉદઘાટન કરવા માટે રાજકીય હસ્તીને બોલાવવામાં આવે છે. તમે ઉચ્ચ સ્તરનું શિક્ષણ પ્રાપ્ત કરો અને એક નવી શરૂઆત કરો કે પછી તમે ઈમાનદારીથી પૈસાનું રોકાણ કરી કાંઈક નવું શરૂ કરો છો તો તેનું ઉદઘાટન એક અભણ, અંગુઠાંછાપ કે અનેક ગુનાઓમાં આરોપી ઠરેલ વ્યક્તિ પાસે કેમ? આવી ચાહના નકામી છે, સામાન્ય વ્યક્તિઓ આ હસ્તીઓથી અંજાતા હોય છે અને તેથી થોડી પબ્લિસિટી મળે એવા આશયથી આવા રાજકીય વ્યક્તિઓને આમંત્રિત કરવામાં આવે છે. વળી હા, કેટલાંક તો ભવિષ્યમાં કાંઈ ભ્રષ્ટાચાર કરીએ કે કોઈ મુસીબત આવી પડે તો આવા રાજનેતાઓ બચાવી લેશે એવા બદઈરાદાથી બોલાવે છે. શિક્ષિત વ્યક્તિ, સફળ વેપારી, IAS / IPS અધિકારી, એક શિક્ષક કે પછી પોતાના જ માતા પિતાને હાથે આવું ઉદઘાટન કરાવો. જે માતા પિતાએ તમારું બધું કર્યું કે રોકાણ કર્યું તમારામાં એમને પાછળ રાખી આવા રાજનેતાઓને લાવવા - મૂકવા જવામાં શક્તિ વેડફવી આવકાર્ય નથી, તેઓની આગતા સ્વાગતામાં પોતાના સ્નેહીઓને અવગણવા એ કેટલું યોગ્ય?
આજની તારીખે માનસિકતામાં બદલાવ ફરજિયાત છે. આપણે પોતે જ આવી પ્રવૃત્તિઓને બળ પૂરું પાડીએ છીએ. એ પણ નોંધવુ રહ્યું કે તમામ રાજનેતાઓ અભણ નથી કેટલાક ખૂબ જ શિક્ષિત અને પ્રતિભાવાન છે પણ એવાને લોકો આમંત્રિત કરતા નથી (જે ચર્ચામાં જ નથી એને બોલાવો તો પબ્લીસિટી ક્યાથી થાય, સાહેબ!) અને કરે છે તો અડધા આવી જહોજલાલીથી દૂર રહેવાનું પસંદ કરે છે.
-ડૉ. મંથન આર. શેઠ
સુરત.