Wednesday, August 28, 2019

A true patriarchy is not to deviate from general responsibilities.

A true patriarchy is not to deviate from general responsibilities.

(Translation of an article ("CharchaPatra") published on 28th Aug, 2019 in "Gujarat Mitra")

      Yes, it is not appropriate to remain silent when you see countless incidents where ruthless and/or immoral acts are taking place. Indeed, it is not possible to give your opinion on all things. But, if you only throw trash or spit here and there, then what to tell others! Everyone must have seen the recent Marine Drive video, Nature has given us our garbage back. In other context, it is about running away from basic responsibilities if you keep mum while eating at restaurant witnessing zero hygiene. Learning to put your opinion in a polite way is essential nowadays. "Disagree without being disagreeable" is also an art. This applies at many places in everyday life. If you suggest something for 2 minutes against such things, the person at fault will take care of it next time and realize that people are aware, this country is changing. By turning a blind eye to every events, the country will not progress. Going through the same signal everyday and notice that it isn't working, still none is bother to inform to concerned authority/officer to rectify it. Just think that how many resources one small step can save! Non working traffic signal in big cities is a waste of fuel and time along with air and noise pollution.
     If everyone thinks, "Muje Kya" (Why should I care!), they are running away from their moral responsibility and are therefore unable to question. If resolving a small problem can make a village, city or nation better, then it must be done, it's all about service to the country only. And yes, this is not at all a major revolutionary act like independence. Every ordinary person is capable of doing this!

- Dr. Manthan R. Sheth, Surat.


સામાન્ય જવાબદારીઓથી નહીં ભાગવું એ દેશસેવા. 

ગુજરાત મિત્ર, ૨૮ ઑગસ્ટ, ૨૦૧૯. પાના નં. ૬.
ચર્ચા પત્ર. 


      ઘરની બહાર નીકળો અને સામે આવતી અગણિત ઘટનાઓ જેમાં ખોટું કે અનૈતિક રીતે કામ થઈ રહ્યું છે એની સામે ચૂપ બેસી રહેવું એ યોગ્ય નથી. તમામ વસ્તુઓ પર પોતાનો મત મૂકવો શકય નથી એ બરાબર; પરંતુ, આપ પોતે જ કચરો જહીં તહીં નાંખતા હોવ કે થૂંકતા હોવ તો પછી અન્યને શું કહેવું! હાલનો મરીન ડ્રાઇવનો વિડિયો સૌએ જોયો જ હશે, કુદરત આપણને આપણો કચરો પાછી આપતી ગઈ. અન્ય સંદર્ભમાં, રેસ્ટોરન્ટમાં જમવા જાવ અને સ્વચ્છતા ના હોય છતાં કાંઈ જ ના બોલો તો એ પણ જવાબદારીમાંથી ભાગવા બરાબર છે. નમ્ર રીતે પોતાનો મત મૂકતા શીખવું આજની તારીખે જરૂરી છે. Disagree without being disagreeable એ પણ એક કળા છે. આ રોજબરોજની જીંદગીમાં ઘણી જગ્યાએ લાગુ પડે. અન્યાયની સામે ૨ મિનિટ  કાંઈક સૂચવશો તો સામેવાળો બીજી વાર ધ્યાન રાખશે અને સમજશે કે લોકો જાગૃત છે, આ દેશ બદલાય રહ્યો છે. તમામ ઘટનાઓથી આંખ આડા કાન કરવાથી દેશની પ્રગતિ નહીં થઈ શકે. રોજ એક જ સિગ્નલ પરથી પસાર થાઓ અને જુઓ કે એ કામ નથી કરતી છતાં કોઈને એમ ના થાય કે ચાલો ફોન કરી જે તે અધિકારીના ધ્યાને લાવીએ. એક નાનું પગલું કેટલા સ્ત્રોતો બચાવી શકે.. વિચારો.. મોટાં શહેરોમાં સિગ્નલનું નહીં ચાલવું એ હવા અને અવાજના પ્રદૂષણની સાથે ઈંધણનો અને સમયનો વ્યય કરાવે છે. 
     સૌ એમ વિચારે કે "મારે શું" તો એમ કહેનારાઓ પોતાની નૈતિક જવાબદારીમાંથી ભાગે છે અને તેથી પ્રશ્ન કરવા સક્ષમ નથી રહેતા. નાની મોટી સમસ્યાનો ઉકેલ લાવતાં જે તે ગામ, શહેર કે રાષ્ટ્રને વધુ સારું બનાવી શકાતુ હોય તો એ ચોક્કસપણે થવું જ જોઈએ, આ બધું દેશ સેવા જ છે. અને હા, આ કંઈ આઝાદી મેળવવા જેવું મોટું ક્રાંતિકારી કાર્ય તો બિલકુલ જ નથી. દરેક સામાન્ય વ્યકિત આ કરવા માટે સક્ષમ છે જ! 


ડૉ. મંથન આર. શેઠ
સુરત.










No comments:

Post a Comment

5 recommendation of 2019 (My best reads)

5 recommendation of 2019 (My best reads) (Articles / Video) 1. https://www.cracked.com/blog/ 6-harsh-truths-that-will-make- you-better-p...