Do you really belong to middle class?
Translation of an article ("CharchaPatra") published on 10th Sept, 2019 in "GujaratMitra"
If a couple in the city earn combined income of Rs 80,000 call them a middle class, what would you say to such thinking? Let's dig into some statistics, you are poor if you earn less than 8000 Rs. a month in India per family. Comparing yourself with a business tycoon doesn't make you a middle-class. 78% of Indians use android smartphone with a prepaid connection. How many of you have an iPhone or postpaid connection with any brand of phone? (You have never experienced how it feels to run out of balance) Congratulations, you are in top 22%.
Only 1.5% of Indians go abroad and only 0.4% of them go for a vacation. Even if someone from abroad comes back saying that we are middle-class family, either this person is hungry for empathy or suffers from inferiority complex or because of being highly educated, he wants to escape from general responsibilities which comes his way. A famous multiplex says 89% of tickets are purchased offline in the last half an hour before the show begins. A simple question, how many of you remember when the last time have you purchased ticket from the window? Congratulations, you are back into top 11% zone. Let me simplify it, anyone who has a car in India comes in the top 22 out of 1000(2.2%). Yes, you read it right. Leaving upto you to decide whether to call yourself educated, literate or "literate but ignorant?" If God has blessed you with education and money for your survival, why to hesitate to accept it? If the thought process changes, then the society will definitely go on a certain path of progress.
In a developing country like India, ideology plays an important part, the Prime Minister himself has indirectly mentioned such importance recently.
Dr. Manthan R. Sheth.
ખરેખર તમે મધ્યમવર્ગીય છો?
ગુજરાત મિત્ર, ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૯. પાના નં. ૮ (આસપાસ ચોપાસ પૂર્તિ પાના નં. ૨)
ચર્ચા પત્ર.
શહેરમાં પતિ-પત્નીની સંયુક્ત ૮૦ હજારની આવક ધરાવનાર પોતાને મધ્યમ વર્ગીય કહે તો એવી વિચારશૈલીને શું કહેવું?? થોડા આંકડાની મદદ લઈએ તો, જો તમે પરિવારદીઠ ભારતમાં મહિને ૮-૧૨ હજાર કમાવો છો તો જ ગરીબ છો. ઉદ્યોગપતિ જોડે પોતાને સરખાવવાથી તમે ઉચ્ચ વર્ગમાંથી મધ્યમવર્ગીય નથી બની જતા. જો તમારી પાસે એન્ડ્રોઈડ સ્માર્ટફોન પોસ્ટપેડ કનેક્શન સાથે છે તો તમે પહેલા ૨૨ ટકા લોકોમાં સ્થાન પામો છો. (તમને બેલેન્સ પતી જવાનું ટેન્શન ક્યારેય નથી.) ફક્ત ૧.૫% ભારતીય વિદેશ જાય છે અને એમાં પણ ફક્ત ૦.૪% વેકેશન માણવા જાય છે. જો વિદેશ ફરી આવીને પણ કોઈ એમ કહે કે અમે તો મધ્યમવર્ગના માણસો, તો ક્યાં તો એ વ્યકિત હમદર્દીની ભૂખી છે કે લઘુતા ગ્રંથિથી પીડાય છે કે પછી ઉચ્ચ વર્ગીય હોવાને લીધે, શિક્ષિત હોવાને લીધે આવી પડતી જવાબદારીઓમાંથી છટકવા માંગે છે. એક પ્રખ્યાત મલ્ટીપ્લેક્સ કહે છે ૮૯% ટિકિટો શો શરૂ થવાના છેલ્લા અડધા કલાકમાં ઓફલાઇન ખરીદવામાં આવે છે. એક સરળ પ્રશ્ન, કેટલાંને યાદ છે છેલ્લે બારી પરથી ટિકિટ ક્યારે ખરીદેલી? અભિનંદન, તમે ૧૧% માં આવો છો. સાદી ભાષામાં કહીએ તો ભારતમાં જેની પાસે કાર છે તે ૧૦૦૦ માંથી ટોપ ૨૨ માં આવે છે(૨.૨%). જી હા તમે સાચું વાંચ્યું. નક્કી કરવાનું રહ્યું કે પોતાને શિક્ષિત, સાક્ષર, ભણેલા-ગણેલા કહેવડાવવામાં રસ છે કે પછી Literate but ignorant કહેવડાવવામાં? ઈશ્વરે લક્ષ્મી અને સરસ્વતીની મહેર વરસાવી હોય તો એને સ્વીકારવામાં સંકોચ શાનો??? વિચારશૈલી બદલાશે તો સમાજ ચોક્કસ અનંત પંથે પ્રયાણ કરશે જ. ભારત જેવા વિકાસશીલ દેશમાં વિચારશૈલી મહત્વનો ભાગ ભજવે છે, પ્રધાનમંત્રી પોતે આવાં મહત્વનો ઉલ્લેખ આડકતરી રીતે તાજેતરમાં કરી ચૂક્યા છે.
- ડૉ. મંથન આર. શેઠ, સુરત.
No comments:
Post a Comment