Thursday, October 17, 2019

There are no disadvantages of wearing a helmet.

ચર્ચા પત્ર , ગુજરાત મિત્ર, 17th Oct, 2019

હેલ્મેટ પહેરવાના કોઈ જ ગેરફાયદા નથી.

નવાં નિયમથી પરેશાન આ દેશના જવાબદાર નાગરિકો હેલ્મેટ ન પહેરવા ઘણું લખે છે. વિરોધ કરવો માન્ય છે પણ તદ્દન પાયાવિહોળા તર્કો આપીને સૌને ગેરમાર્ગે દોરવું અયોગ્ય કહેવાય. ૧. હેલ્મેટ પહેરવાથી કોઈ પણ જાતનો બેક પેઈન થતો નથી. પૂણે સ્થિત જાણીતા સ્પાઇન સર્જન ડૉ. અજય કોઠારી આ વાતની પુષ્ટિ કરે છે. ૨. તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે હેલ્મેટ પહેરવાથી કોઈ પણ જાતનો નેક પેઈન (ગરદન) પણ થતો નથી. ૩. હેલ્મેટ પહેરવાથી કોઈ મણકા દબાતા નથી, કોઈ ગાદી દબાતી નથી. આ તદ્દન બિન વૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ માન્યતા છે, બીજું કાંઈ નહીં. ૪. જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ અને ટ્રાયકોલોજીસ્ટ ડૉ. નરેન્દ્ર પટવર્ધનનાં મત મુજબ હેલ્મેટ પહેરવાથી કોઈ પણ જાતની વાળ ખરવાની કે ખોળો થવાની તકલીફ થતી નથી. વધુમાં, લોકો જે આ હેલ્મેટ અહીં તહીં સાથે લઈ જવાથી અગવડ પડે એવી વાતો કરે છે તે ફક્ત આપણી અજ્ઞાનતા છતી કરે છે. ૫. હેલ્મેટ પહેરવાથી પાછળથી હોર્ન મારે એ સાંભળવામાં તકલીફ પડે એવું કહેનાર વર્ગ પણ અને એમ કહે કે પહેરવી હોય તો પહેરીએ તેઓને પ્રશ્ન કે તો પછી કાર બનાવનાર કંપનીને પણ અરજી કરો ને કે મારે સીટ બેલ્ટ પહેરવો હોય તો પહેરીશ, આ બીપ બીપ થયા કરે એ કાઢી નાંખો. આ લખનારને એ સમજાતું નથી કે આવા બહાના શા માટે? બેંગ્લોર જેવા શહેરમાં આ કાયદો છેલ્લા 3 વર્ષથી એક્દમ કડકપૂર્વક અમલમાં છે, પાછળ બેસનાર ને પણ લાગુ પડે. સૌ પાલન પણ કરે જ છે. વધુમાં, પહેરવાથી સલામતીની શું ગેરન્ટી એ પ્રશ્ન પણ ખૂબ ચર્ચામાં છે. સાહેબ, એટલીસ્ટ પહેરવાથી નુકસાન તો નથી જ અને ૧૦૦ માંથી ૯૦ ટકા કેસમાં જીવ બચવાના પુરાવા છે જ. નહીં પહેરવા આપણે બે ચાર જગાએ હેલ્મેટ નિષ્ફળ ગયું હોય એને ટાંક્યા કરીએ છીએ. આ સાથે હું એ મતમાં ચોક્કસ હા પુરાવીશ કે ૧) રસ્તા સારા બનવા જોઈએ, ૨) સ્ટાન્ડર્ડ કંપનીની હેલ્મેટ બજારમાં સરકારે જરૂરી પ્રમાણમાં પૂરી પાડવી તથા ૩) તેનો ભાવ વ્યાજબી રેહવો વગેરે વગેરે.. આપણે આપણું કર્તવ્ય તો કરીએ, કેમ કે ઘરે ચોક્કસ કોઈક કાયમ આપણી રાહ જોતું જ હોય છે.


-ડૉ. મંથન આર. શેઠ, સુરત.

There are no disadvantages of wearing a helmet.


Annoyed by the new rule, responsible citizens of this country are writing a lot  not to wear helmets. Protest is valid but it is inappropriate to mislead everyone by giving very baseless and illogical arguments.  1.  Wearing a helmet does not cause any back pain.  The famous spine surgeon based in Pune, Dr. Ajay Kothari confirms this.  2.  He also makes it clear that wearing a helmet does not cause any kind of neck pain.  3. Wearing a helmet does not cause suppression of any vertebrae. This is a totally unscientific and ridiculous notion, nothing else.  4.  According to renowned Skin Specialist and Trichologist Dr. Narendra Patwardhan, wearing a helmet does not cause hair-fall or dandruff. Such people who further talk about inconvenience while carrying helmets simply revealing their ignorance and stupidity.  5.  Also, the class that says I have trouble hearing a horn by wearing a helmet and say that if they want to wear it they will as they live in democratic country, then I would suggest them to ask car manufacturer to remove the beep sounds, doesn't matter if he/she is fastening seat belt or not? This writer does not understand why such kind of excuses?  In a city like Bangalore, this law has been strictly enforced for the last 3 years, and also applies to the pillion. And everyone follows it. In addition, the question of what is the guarantee of safety after wearing a helmet? This is also debated many times. Boss, wearing an helmet is not harmful and there is evidence of survival in 90% of the cases.  To just not to wear it, We cite that the helmet has failed at two or four instances. Along with this, I will give a definite yes in the opinion that 1) The roads should be improved, 2) The governemt should make sure that standard company's helmets are easily available in the market and 3) Its prices should be reasonable etc .. Let's just do our part, as there is always someone waiting for us at home. Safe riding 👍
- Dr. Manthan R. Sheth

No comments:

Post a Comment

5 recommendation of 2019 (My best reads)

5 recommendation of 2019 (My best reads) (Articles / Video) 1. https://www.cracked.com/blog/ 6-harsh-truths-that-will-make- you-better-p...