Friday, December 6, 2019

એટલે એ હાર્વર્ડ કહેવાય છે!

ચર્ચા પત્ર
Published on 6th December in Gujarat Mitra

 એટલે એ હાર્વર્ડ કહેવાય છે!

દુનિયાની પ્રથમ સો મેડિકલ કોલેજના લિસ્ટમાં ભારતની નં. ૧ એવી એમ્સ નથી, જગતની ટોપ ૩૦૦ યૂનિવર્સિટીમાં ભારતની એક પણ નથી.
IIM પણ ટોપ મેનેજમેન્ટ સ્કૂલ્સમાં ઘણી વાર આવતા રહી જાય છે. ISB પણ ક્યારેક ક્યારેક જ ગ્લોબલ ટોપ રેંક પામી શકી છે. ઓનલાઇન કોર્સ કે ડિગ્રીની તો વાત જ જવા દો.. બાકી વિદેશોમાં પ્રતિષ્ઠિત યુનિવર્સિટીના ઓનલાઇન કોર્સ ઘણા મોખરે છે. એક વિદ્યાર્થીનો સુંદર અનુભવ સાંભળો.. હાર્વર્ડ (બોસ્ટન, યુ.એસ.એ) થી પ્રમાણપત્ર પ્રાપ્ત કરનાર યુવકને કોર્સના સમાપન બાદ પણ ચોક્કસ દિવસો સુધી એ કોર્સનું એક્સેસ મળે છે. આની છેલ્લી તારીખના બે દિવસ પહેલા એ વિદ્યાર્થીને રિવીઝન કરવાનું મન થતાં લોગ ઈન કર્યું પણ આશ્ચર્ય રીતે એ બ્લોક થઈ ગયું હતું. એણે ફક્ત એટલું જ લખીને હાર્વર્ડમાં ઈમેલ કર્યો કે જે તે તારીખ પહેલા તમે શા માટે એ બ્લોક કરી દીધું અને માનું છું કે તમે પ્રતિક્રિયા આપશો ત્યાં સુધીમાં ભારતીય સમય મુજબ તારીખ વીતી જશે.
શનિ રવિ હોય, સોમવારે અમેરિકાના સમય મુજબ સવારે ૮:૩૦ એ હાર્વર્ડ રિપ્લાઈ કરે છે કે "તકલીફ માટે માફ કરજો. તમને વધુ એક સપ્તાહ માટે એક્સેસ ફાળવી દેવામાં આવ્યું છે. તમે શાંતિથી રિવીઝન કરી શકો છો." આપણે ત્યાં જો આમ થાય તો અનેક સવાલ પૂછવામાં આવે કે એક મહિના સુધી કેમ રિવીઝન ન કર્યું, છેલ્લે દિવસે જ તમને સમસ્યા આવી?
નમ્રતા, વિવેકથી લઈ ઘણી નાની નાની મેનર્સ આપણા કામને અદ્ભુત, અસાધારણ બનાવે છે. આપણે ત્યાંની શિક્ષણ પધ્ધતિથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બદલવા આપણે નાગરિકોએ પોતે જ સતેજ અને જાગૃત થવાની જરૂર છે. ૧૦૦ માંથી એક બે ના જાગૃત થવાથી બદલાવ લાવવો અશક્ય સમાન છે. ભ્રષ્ટાચાર કે રાજનેતાઓને હમેશાં દોષી ઠેરવી દેવાથી બદલાવ નથી જ આવવાનો... થોમસ ફુલર લખે છે, ઓલ થિન્ગસ આર ડીફીકલ્ટ બિફોર ધે આર ઈઝી. (બધું સરળ/સારું હોવા પહેલા તે મુશ્કેલ /અઘરું જ હોય છે).

ડૉ. મંથન આર. શેઠ 

No comments:

Post a Comment

5 recommendation of 2019 (My best reads)

5 recommendation of 2019 (My best reads) (Articles / Video) 1. https://www.cracked.com/blog/ 6-harsh-truths-that-will-make- you-better-p...