Saturday, October 26, 2019

આરોગ્ય, બાળક અને આજ ના માબાપ.. Health, children and parents of today.

ચર્ચા પત્ર Gujarat Mitra
Published on 26th OCT
 આરોગ્ય, બાળક અને આજ ના માબાપ..

પપ્પા, પાસ્તા ઇન રેડ ગ્રેવી... ૪-૫ વર્ષનું બાળક કાંઈક આવું આજકાલ ઓર્ડર કરે છે. આપણે ત્યાં એક અજીબોગરીબ સમજણ અને માનસિકતાએ જન્મ લીધો છે. સમજવાની કોશિશ કરજો, "કાંઈક વસ્તુ નુકસાનકારક છે કે નહી એથી વધુ એ આરોગ્યપ્રદ છે કે નહીં એ સમજવું અને એ વિશે જ્ઞાન રાખવું વધુ મહત્વનું છે." કાંઈક ખાતાં પહેલાં ફક્ત આ જ વાત ધ્યાને રાખવી જરૂરી છે. એક અંગત તબીબ મિત્ર કહે છે કે "હું જે ઈચ્છું ખાઈ જ શકું છું, કોઈ બીમારી નથી પણ બાળપણથી માતા પિતાએ એવું જ સમજાવેલુ કે રોટલી-શાક/દાળ-ભાત એ જ સૌથી સારો પૌષ્ટિક અને આરોગ્યપ્રદ આહાર છે. જે વાત મનમાં ઘર કરી ગયી. તું સેન્ડવિચનો ખૂબ શોખીન હોઈશ કેમકે તારા માતા-પિતાએ તને એ વારે ઘડીએ રોજ જ ખાતા રોક્યો નહીં હોય.' ખૂબ નાની છતાં વિચાર માંગી લે એવી વાત છે. એવું બિલકુલ નથી કે પિત્ઝા, બર્ગર વગેરે ખરાબ જ છે પણ આવી અનેક વસ્તુઓ મેંદા ની બને છે અને આ વસ્તુઓ એમના જથ્થાની સાપેક્ષમાં નહીં બરાબરનાં પૌષ્ટિક તત્વો ધરાવે છે. (કોઈ વસ્તુ જો કદાચ નુકસાન નથી કરતી ટૂંકા કે લાંબા ગાળે એનો મતલબ એ નહીં કાઢી શકાય કે એ સારી કે આરોગ્યપ્રદ છે.) આમાં થાય એવું કે બાળક ખાય તો છે પણ એના વિકાસ માટે જે જરૂરી પોષક તત્વો (Nutrients) મળવા જોઈએ એ નથી મળતા અને એક સમયે એ બાળકને કુપોષિત કક્ષામાં દોરી જાય છે. આપણું ગુજરાત તો આ ક્ષેત્રે મોખરે છે. આજે મિલેટ(Millet) તથા કિનવા(Quinoa) મેંદાના વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે, જે પૌષ્ટિક છે. મિલેટ બ્રેડ તથા કિનવા પાસ્તાનું તો ચલણ વધી પણ ગયું છે. (વધુમાં આ બંને ગ્લુટેન-ફ્રી છે. વિરાટ કોહલી પોતે ગ્લુટેન-ફ્રી ડાયેટને પ્રાધાન્ય આપે છે.) વધુમાં, કેટલાક (બધા નહીં) બાળકોને લેક્ટોઝ ઇનટોલરન્સ હોય છે જેથી દૂધ પીતા નથી તેઓ માટે લેક્ટોઝ-ફ્રી દૂધ પણ ઉપલબ્ધ છે. ટૂંકમાં, અનિયમિત અને આહારમાં મેંદાના સૌથી વધુ પ્રમાણને કારણે વિકસિત દેશોમાં આને લીધે થતાં રોગોનું પ્રમાણ ખૂબ વધુ છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં એ પ્રમાણમાં ઓછું છે. થેન્કસ ટુ અવર ઓલ્ડ જનરેશન. જી હા વર્ષો જુનો આપણો પારંપરિક ખોરાક જ આદર્શ છે. પશ્ચિમ સંસ્કૃતિ આપણને અમલ કરવા કે એના પર સંશોધન કરવા તરફ છે ત્યારે આપણે ત્યાં લોકો તેઓને અમલ કરવા બેઠા એ સારી નિશાની નથી. ટૂંકમાં, નાનપણથી માબાપ બાળકને જે સમજાવશે એ પ્રમાણે તે એની ખાવાની આદતો પણ ઘડશે. નાની-નાની વાતો અને આદતો જીંદગીમાં મોટો તફાવત ઉભો કરે છે એના અસંખ્ય ઉદાહરણો આપણી પાસે છે જ.

Health, children and parents of today...

(Published on 26th Oct, 2019 in Gujarat Mitra) 

Dad, pasta in red gravy.. A 4-5 year old baby orders something like this nowadays. A strange understanding and mentality have taken a born in our society. Try to understand, "It is more important to understand whether it is healthy or not, rather than whether something is harmful or not." This is the only thing to keep in mind before eating anything. A doctor friend of mine says, "I can eat anything, I have no disease, but from childhood my parents explained that Indian bread-vegetables / lentils-rice are the best nutritious and healthy diet. You will be very fond of sandwiches, because your parents might not have stopped you from eating so frequently at that time.' It is not that pizza, burgers, etc. are bad, but many such items are made of refined flour and these items contain least or say zero nutrients as compare to their quantity. (If something is not harmful in the short or long run, it does not mean that it is good or healthy.) Thus, a child eats but doesn't get anything from it for her/his normal growth and at one point it leads the child to malnutrition. Our Gujarat is at the forefront in this. Today, Millet and Quinoa are available as a substitute for refined flour, which is nutritious. Infact Millet bread and Quinoa pasta have gone up in their demands in market nowadays. (Moreover, both are gluten-free. Virat Kohli himself prefers a gluten-free diet.) In addition, some (not all) babies have lactose intolerance so lactose-free milk is also available for those who have problem with normal milk. In short, the prevalence of the diseases due to such dietary habits (high intake of refined flour) 
is very high in developed countries. This is relatively low in a developing country like India. Thanks to our old generation. Yes, our traditional diet for the years is ideal. When Western culture is about to implement us or research on it, it is not a good sign that we are sitting here to implement them. In short, children will form their eating habits according to what their parents explain to a child. We have numerous examples of small small things, talks and habits that make a big difference in life.

- Dr. Manthan R Sheth

Thursday, October 17, 2019

There are no disadvantages of wearing a helmet.

ચર્ચા પત્ર , ગુજરાત મિત્ર, 17th Oct, 2019

હેલ્મેટ પહેરવાના કોઈ જ ગેરફાયદા નથી.

નવાં નિયમથી પરેશાન આ દેશના જવાબદાર નાગરિકો હેલ્મેટ ન પહેરવા ઘણું લખે છે. વિરોધ કરવો માન્ય છે પણ તદ્દન પાયાવિહોળા તર્કો આપીને સૌને ગેરમાર્ગે દોરવું અયોગ્ય કહેવાય. ૧. હેલ્મેટ પહેરવાથી કોઈ પણ જાતનો બેક પેઈન થતો નથી. પૂણે સ્થિત જાણીતા સ્પાઇન સર્જન ડૉ. અજય કોઠારી આ વાતની પુષ્ટિ કરે છે. ૨. તેઓ એ પણ સ્પષ્ટ કરે છે કે હેલ્મેટ પહેરવાથી કોઈ પણ જાતનો નેક પેઈન (ગરદન) પણ થતો નથી. ૩. હેલ્મેટ પહેરવાથી કોઈ મણકા દબાતા નથી, કોઈ ગાદી દબાતી નથી. આ તદ્દન બિન વૈજ્ઞાનિક અને હાસ્યાસ્પદ માન્યતા છે, બીજું કાંઈ નહીં. ૪. જાણીતા સ્કિન સ્પેશિયાલિસ્ટ અને ટ્રાયકોલોજીસ્ટ ડૉ. નરેન્દ્ર પટવર્ધનનાં મત મુજબ હેલ્મેટ પહેરવાથી કોઈ પણ જાતની વાળ ખરવાની કે ખોળો થવાની તકલીફ થતી નથી. વધુમાં, લોકો જે આ હેલ્મેટ અહીં તહીં સાથે લઈ જવાથી અગવડ પડે એવી વાતો કરે છે તે ફક્ત આપણી અજ્ઞાનતા છતી કરે છે. ૫. હેલ્મેટ પહેરવાથી પાછળથી હોર્ન મારે એ સાંભળવામાં તકલીફ પડે એવું કહેનાર વર્ગ પણ અને એમ કહે કે પહેરવી હોય તો પહેરીએ તેઓને પ્રશ્ન કે તો પછી કાર બનાવનાર કંપનીને પણ અરજી કરો ને કે મારે સીટ બેલ્ટ પહેરવો હોય તો પહેરીશ, આ બીપ બીપ થયા કરે એ કાઢી નાંખો. આ લખનારને એ સમજાતું નથી કે આવા બહાના શા માટે? બેંગ્લોર જેવા શહેરમાં આ કાયદો છેલ્લા 3 વર્ષથી એક્દમ કડકપૂર્વક અમલમાં છે, પાછળ બેસનાર ને પણ લાગુ પડે. સૌ પાલન પણ કરે જ છે. વધુમાં, પહેરવાથી સલામતીની શું ગેરન્ટી એ પ્રશ્ન પણ ખૂબ ચર્ચામાં છે. સાહેબ, એટલીસ્ટ પહેરવાથી નુકસાન તો નથી જ અને ૧૦૦ માંથી ૯૦ ટકા કેસમાં જીવ બચવાના પુરાવા છે જ. નહીં પહેરવા આપણે બે ચાર જગાએ હેલ્મેટ નિષ્ફળ ગયું હોય એને ટાંક્યા કરીએ છીએ. આ સાથે હું એ મતમાં ચોક્કસ હા પુરાવીશ કે ૧) રસ્તા સારા બનવા જોઈએ, ૨) સ્ટાન્ડર્ડ કંપનીની હેલ્મેટ બજારમાં સરકારે જરૂરી પ્રમાણમાં પૂરી પાડવી તથા ૩) તેનો ભાવ વ્યાજબી રેહવો વગેરે વગેરે.. આપણે આપણું કર્તવ્ય તો કરીએ, કેમ કે ઘરે ચોક્કસ કોઈક કાયમ આપણી રાહ જોતું જ હોય છે.


-ડૉ. મંથન આર. શેઠ, સુરત.

There are no disadvantages of wearing a helmet.


Annoyed by the new rule, responsible citizens of this country are writing a lot  not to wear helmets. Protest is valid but it is inappropriate to mislead everyone by giving very baseless and illogical arguments.  1.  Wearing a helmet does not cause any back pain.  The famous spine surgeon based in Pune, Dr. Ajay Kothari confirms this.  2.  He also makes it clear that wearing a helmet does not cause any kind of neck pain.  3. Wearing a helmet does not cause suppression of any vertebrae. This is a totally unscientific and ridiculous notion, nothing else.  4.  According to renowned Skin Specialist and Trichologist Dr. Narendra Patwardhan, wearing a helmet does not cause hair-fall or dandruff. Such people who further talk about inconvenience while carrying helmets simply revealing their ignorance and stupidity.  5.  Also, the class that says I have trouble hearing a horn by wearing a helmet and say that if they want to wear it they will as they live in democratic country, then I would suggest them to ask car manufacturer to remove the beep sounds, doesn't matter if he/she is fastening seat belt or not? This writer does not understand why such kind of excuses?  In a city like Bangalore, this law has been strictly enforced for the last 3 years, and also applies to the pillion. And everyone follows it. In addition, the question of what is the guarantee of safety after wearing a helmet? This is also debated many times. Boss, wearing an helmet is not harmful and there is evidence of survival in 90% of the cases.  To just not to wear it, We cite that the helmet has failed at two or four instances. Along with this, I will give a definite yes in the opinion that 1) The roads should be improved, 2) The governemt should make sure that standard company's helmets are easily available in the market and 3) Its prices should be reasonable etc .. Let's just do our part, as there is always someone waiting for us at home. Safe riding 👍
- Dr. Manthan R. Sheth

Tuesday, October 15, 2019

Indeed, there are exceptions to the general view too.

ચર્ચાપત્ર, ગુજરાત મિત્ર , 15th October, 2019.

સર્વસામાન્ય દ્રષ્ટિકોણમાં પણ અપવાદ હોય જ!



વરિષ્ઠ ચર્ચાપત્રી દ્વારા ૨૯ સપ્ટે.ના અંકમાં મધ્યમવર્ગની વ્યાખ્યા અંગે થોડા સવાલો થયેલ. આ લખનારે તમામ આંકડાઓ જે રજૂ કરેલ હતા તે ભારત સરકાર કે પ્રતિષ્ઠિત મીડિયા દ્વારા અધિકૃત સર્વે બાદ પ્રસિદ્ધ થયેલ આંકડા છે. તદુપરાંત, જે વાત કરી એ સર્વસામાન્ય દ્રષ્ટિકોણથી જ કરેલ છે. કોઈ પણ પરિસ્થિતિ આદર્શ નથી હોતી એ સૌ જાણે છે. તેથી બેશક્ એ સૌને લાગુ નહીં જ પડે. પણ એથી બાકીના ૯૫-૯૭% માટે હકીકત બદલાઈ જતી નથી. તેથી નમ્રતાપૂર્વક જણાવવાનું કે તેમણે કરેલ રજૂઆત ફક્ત અપવાદ કિસ્સાઓની જણાઈ આવે છે. આ યુવક, એ આંકડાઓ સાથે હજી કાયમ છે અને એ માટે વધુ સંદર્ભ. આયકર વિભાગના રેશિયો અને ચેન્નાઈ સ્થિત જાણીતા સર્ટિફાઇડ આર્થિક સલાહકાર ડી. મુથુકૃષ્ણનની વાત માનીએ તો ભારતના ફક્ત ૩.૧ (૨.૪૮ %) કરોડ લોકો જ ૬.૫ (સાડા છ) લાખથી વધુ કમાય છે. આમ જો તમામ અપવાદને કે ભાવનાત્મક તકલીફોને ગણતરીમાં લઈએ તો બધા જ મધ્યમવર્ગના થઈ જાય. એને "ખરેખરો મધ્યમ વર્ગ" પ્રમાણિત કરી શકાય?? ઉચ્ચ વર્ગ તો ઠીક કોઈ નિમ્ન ઉચ્ચવર્ગના પણ નહીં રહે. ૨.૯ કરોડ લોકો અંદાજે ૨.૧ લાખ કમાય છે તો બાકી રહેતો કામ કરનારો વર્ગ જે લગભગ ૪૬ કરોડ છે એ ૧ લાખથી નીચે કમાય છે (તમામ આંકડા વાર્ષિક વ્યક્તિગત સરેરાશ છે). વિદેશ એક વાર જાઓ કે વધુ વખત, લોન લઈને જઈએ કે પોતાને પૈસે, એ નોંધવું રહ્યું કે પેલો બાકીનો ૯૮.૫% તો એકેય વાર જવા સક્ષમ જ નથી. માંદગી અને અદાલતના ધક્કાઓમાં થતા પૈસાના ધુમાડાની કલ્પના તો ઠીક આ કલમબાજ તો પોતે જ એનો શિકાર અને સાક્ષી છે. બાકી અપવાદરૂપ ગણીએ કે નસીબજોગ, માંદગીએ તો આદેશ શ્રીવાસ્તવથી લઈ માઈકલ શુમાકરને પણ ગરીબ બનાવી દીધા છે. નાના મોઢે કદાચ મોટી વાત થાય તો ક્ષમા પણ આ મધ્યમ વર્ગની ચર્ચામાં સુપર સ્પેશિયાલિસ્ટ તબીબ કોને પૈસે વિદેશ જાય છે એ ચર્ચા અસ્થાને છે. એ માટે અલગ ચર્ચા આવકાર્ય છે. અંતમાં, જીન્દગીનો વિદ્યાર્થી છું ને હમેશાં એક શિખાઉ છું અને તેથી આપના વિચારોનો હું આદર કરું છું, આ યુવકનાં ચર્ચાપત્રનું એનાલિસિસ કરી આપે જે વિચાર પ્રસ્તુતિ કરી એ માટે ધન્યવાદ!

ડૉ. મંથન આર. શેઠ, સુરત.

A few questions about the definition of the middle class were addressed to me in the September, 29th edition by senior newsletters writer in context to my earlier article dated September, 10th. All the figures that I have presented in 10th Sept article are figures released after an official survey by the Government of India or reputed media. Moreover, what we talked about was from a general point of view.  Everyone knows that no situation is ideal. So of course this may not apply to everyone. But that doesn't change the fact for the remaining 95-97%. So humbly stating that his presentation appears to be the exceptions only. This young man still stands with those numbers and here are more references to him. According to the ratio of income tax department and Chennai based renowned certified financial adviser D. Muthukrishnan, only 3.1 Cr people in India earn more than 6.5 lakhs. Thus if we take into account all the exceptions or emotional distresses, then all will become middle class. Can it be certified "real middle class"? There won't be even any Lower Higher Class, leave the rich/higher class behind. Further, 2.9 Cr people earn around 2.1 lakhs, while the remaining working class, which is about 46 Cr, earns below 1 lakh (all figures are annual average).  Whether you go abroad once or more, take out a loan for it or by your own money, it is important to note that the remaining 98.5% is not able to go even once. When you asked me to imagine situation of waste of money towards sickness and unexpected court cases for common man, forget about imagination as this scribbler himself is a victim and witness to it respectively.  Whether to consider exception or ill fortune, prolonged illness has made Late Adesh Srivastava to Michael Schumacher even poorer. Forgive me to counter as I'm too young in front of you but in the debate of middle class it is completely improper and ridiculous to quote about 'on whose money the super specialist doctors go to abroad to attend conferences?' A separate discussion is welcome for that. In the end, I am a life student and always a learner and therefore I respect your views, thank you for analyzing this young man's article!
- Dr. Manthan R. Sheth (15/10/2019)



5 recommendation of 2019 (My best reads)

5 recommendation of 2019 (My best reads) (Articles / Video) 1. https://www.cracked.com/blog/ 6-harsh-truths-that-will-make- you-better-p...