Wednesday, November 13, 2019

ભારતમાં ઓનલાઇન ટેક્સી અને ફૂડ કંપનીઓ સમયની બરબાદી અને ત્રાસ દાયક!

ચર્ચાપત્ર  Gujarat Mitra
Published on 13th Nov, 2019 

ભારતમાં ઓનલાઇન ટેક્સી અને ફૂડ કંપનીઓ સમયની બરબાદી અને ત્રાસ દાયક!

૨૦૨૦ સુધીમાં સ્વિગી, ઝોમટો, ઉબેર, ઓલા આ તમામ ત્રાસદાયક બની રહેવાના. આ કંપનીઓ સ્થપાઇ હતી લોકોને મદદ રૂપ થવા અને તેમનો કીમતી સમય બચાવવા. (આ લખનાર અહીં આ વિશે વિમર્શ કરે છે ત્યારે સંયુક્ત રીતે અધધ લગભગ ૧૦૦૦થી વધુ વખત આ ચાર એપનો ઉપયોગ કરી ચૂક્યો છે.) તમામ ઇન્ટરનેટ કંપનીઓ માટે સૌથી મોટો પડકાર છે વિશ્વાસ પ્રાપ્ત કરવો. શરૂ શરૂમાં થોડે અંશે તેઓ સફળ રહ્યા પણ હાલ હવે અમુક વર્ષો બાદ પણ તેઓ કાગળ ઉપર ઘાટામાં હોવાથી નફો મેળવવાના ઇરાદે આગળ વધે છે ત્યારે લોકોનો વિશ્વાસ ગુમાવી રહ્યા છે. તેઓની કસ્ટમર કેર સેવાઓ ખાડે બેસી ગયી છે. તમારે પોતાના ૧૦૦-૨૦૦ રૂપિયા પરત મેળવવા એપમાં ચેટ બોટ જોડે વાત કરવાની, પછી ઈમેલ એય કદાચ કરવો પડે અને કઈ નહીં તો છેલ્લે ભારતની સૌથી ઝડપી અદાલત એવી માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરનો સહારો લેવો પડે. હાલમાં જ, શ્રી સમકિત પટેલે જણાવેલું એમના અનુભવ વિશે આ સંદર્ભે. એમણે બરાબર કર્યું એપ ડિલીટ કરીને, મારા પિતાશ્રી પણ કદાચ એમ જ કરતે. પણ આ કલમબાજ જેવા કેટલાક આજકાલના યુવકોએ મેટ્રો શહેરમાં નાછૂટકે આ લોકોની સેવા લેવી જ પડે છે. છતાં, માનું છું કે એપ ડિલીટ કરી દેવી વધુ ફાયદામંદ છે. નૈતિક મૂલ્યો ભુલાય ગયા છે અને જેને મન થાય તે ડ્રાઇવિંગ શરૂ કરી દે છે અને ઓલા-ઉબેરમાં જોડાય જાય છે. આ પ્રોફેશનલ ડ્રાઇવર હોતા જ નથી. વધુમાં એક પણ પ્રોટોકોલ મુજબના સ્ટાન્ડર્ડ જોવા મળતા નથી, યુનિફોર્મથી લઈ કારની ગુણવત્તા (ખરી દશા) કઈ પણ ઓડિટ કરાતું નથી આ કંપનીઓ દ્વારા. બધું ફક્ત પાના પર જ ધન્ય ધન્ય. ખોરાકના સંદર્ભે સમયનો પુષ્કળ વ્યય થવાથી લઈ (આપણી જનતા એવી ને કે પેલું સ્કૂટર ક્યાં ફરે છે એપમાં એ જોયા જ રાખે) જો ખાવાનું સારું નહીં આવે તો ફોલો-અપ કરવામાં તમારે માથાનો દુખાવો ફ્રીમાં લેવો પડે. અહીં પણ તમને એ ખબર જ નથી કે કેવું, કયું અને ક્યાંથી આ ખાવાનું આવ્યું. ઘણાં કિસ્સાઓમાં કઈ કેટલા રેસ્ટોરન્ટ ફક્ત અદ્ભુત ફોટોગ્રાફીથી ધંધો ચલાવે છે, હકીકતમાં એ લારી ગલ્લો હોય છે. કેટલું આરોગ્યપ્રદ એ મોટો પ્રશ્ન! યાદ રાખજો સાહેબ, આ ડિજિટલ બનવાના ચક્કરમાં આપણે હ્યુમન ટચ ગુમાવી રહ્યા છીએ. બહારથી મંગાવાતું આ ખાવાનું જે બધા માટે બને છે એ જ તમારા માટે પણ, બાકી ખરો આનંદ તો ઘરે મમ્મી/ઘરની ગૃહિણી દ્વારા બનાવેલા ભોજનમાં જ છે.

-ડૉ. મંથન આર. શેઠ.

5 recommendation of 2019 (My best reads)

5 recommendation of 2019 (My best reads) (Articles / Video) 1. https://www.cracked.com/blog/ 6-harsh-truths-that-will-make- you-better-p...